STORYMIRROR

Deepak Mahida

Romance

2  

Deepak Mahida

Romance

સેલ્ફી...

સેલ્ફી...

1 min
14.6K

છોકરાનું દિલ દીધું દઝાડી..
છોકરીએ પર્સમાંથી કાઢ્યો કેમેરો, ને હળવેકથી સેલ્ફીઓ પાડી...

બતકની ચાંચ જેમ કરતી એ હોઠ, ક્યારેક દેખાડે ગાલોના ખાડા,
અણીયાળી નજરોથી જોતી એ એમ, કે આયના પણ આવે નૈ આડા,
હોઠોથી ચુંબન કરતી હવામાં, ત્યાં છોકરાએ નજરો વળગાડી...
છોકરીએ પર્સમાંથી કાઢ્યો કેમેરો, ને હળવેકથી સેલ્ફીઓ પાડી...

છોકરો બનીને સ્તબ્ધ જોતો રહ્યો, જ્યારે છોકરીએ બદલાવ્યા પોઝ,
આંખોનો કેમેરો એવો મંડાયો કે હવે યાદોમાં દ્રશ્યોની ફોજ,
ચેહરા ને કેમેરા વચ્ચેના અંતરમાં છોકરાએ જાતને ઘુસાડી..
છોકરીએ પર્સમાંથી કાઢ્યો કેમેરો, ને હળવેકથી સેલ્ફીઓ પાડી...

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance