ગઝલ
ગઝલ
1 min
14.1K
મૃત ઈચ્છા ચળવળે, એવુ બને ક્યા?
ને ઇચ્છુ ત્યારે મળે, એવુ બને ક્યા?
લાખ કોશિશો પછી ટાળી શક્યો હુ,
આફતો સીધી ટળે, એવુ બને ક્યા?
દૂર એનાથી રહેવા જાવ હુ ને,
માર્ગ એ જ તરફ વળે, એવુ બને ક્યા?
ચોતરફ સુવાસ હો, ને તુ પધારે,
ને હુ પલળુ ઝાકળે એવુ બને ક્યા?
હોય ફેલાયેલ તારી રોશની બસ,
રાતની કોઈ પળે, એવુ બને ક્યા?
નીકળુ ઘરથી તને મળવા ને 'જ્હાનુ',
ને હૃદય-વાચા ફળે, એવુ બને ક્યા?
