તમારા લીધે
તમારા લીધે
જિંદગી ને નવા સિરેથી જોવાની ચાલુ કરી છે
તમારા લીધે,
ગુસ્સા ને શાંત પાડીને વિચારવાનું શરૂ કર્યુ છે
તમારા લીધે,
નકારાત્મક ખ્યાલ ને દૂર કરી હકારાત્મક તરફ વળી છું
તમારા લીધે,
કાંઈક અંશે ઉદાસી છોડી ને હસતાં શીખી છું
તમારા લીધે,
સારી પળો ને વારે વારે વાગોળતા શીખી છું
તમારા લીધે,
પોતાનાં પ્રત્યે ધ્યાન રાખતા શીખી છું
તમારા લીધે,
ના ગમતી વસ્તુ ને અપનાવતા શીખી છું
તમારા લીધે
હર એક કદમ પર આનંદ માનતા શીખી છું
તમારા લીધે,
જીવનની દરેક મુશ્કેલી પાર પાડી શકીશ એવી એક આશ
તમારા લીધે
હર એક કાર્ય ને આસાનીથી સ્વીકારતાં શીખી છું
તમારા લીધે,
ફરિયાદ ને નમ્રતાથી સાંભળતાં શીખી છું
તમારા લીધે.

