તમારા જવાથી
તમારા જવાથી
તમારા જવાથી ખુશાલી રિસાઇ,
અમારા તરફથી કવાલી રિસાઇ.
ફૂલોની કસોટી થવાની બગીચે,
શરીરે શ્વાસની પવાલી રિસાઇ.
કબરમાં હું પોઢું નહીતર બળીશું,
ફરે તો પ્રણયની સવાલી રિસાઇ.
જગતના પ્રવાહો બરાબર ઈશારે,
અંંતેતો જનાજે જલાલી રિસાઇ.
સવાલો નિકટના સગાં છે તમારા,
પહોંચી પલ્લુ તો વહાલી રિસાઇ.
