STORYMIRROR

Sandip Pujara

Tragedy

4  

Sandip Pujara

Tragedy

તમાચો એક સણસણતો

તમાચો એક સણસણતો

1 min
300

લઉં જ્યાં શ્વાસ, હવા મારે તમાચો એક સણસણતો,

દરદ તો શું ? દવા મારે તમાચો એક સણસણતો,


કરુ વિચાર જ્યાં આખા જગતના દિલને જીતવાનો,

અહમ, મોટો થવા, મારે તમાચો એક સણસણતો,


પડે ભૂલા, ઘણા આવે, હૃદયમાં ઘર કરી બેસે,

મળે મારગ, જવા, મારે તમાચો એક સણસણતો,


કર્યા મેં કેદ, જે અરમાનને, સંજોગના પિંજરે,

ગગનમાં ઉડવા, મારે તમાચો એક સણસણતો,


અલગ બાબત છે આખર હું પડુ ભારે દરદને પણ,

પ્રથમ પડકારવા, મારે તમાચો એક સણસણતો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy