STORYMIRROR

Kaushik Dave

Comedy Drama Inspirational

3  

Kaushik Dave

Comedy Drama Inspirational

તકરાર અને વાજીંત્રો

તકરાર અને વાજીંત્રો

1 min
189

ધડામ ધૂમ અવાજ સાથે વેલણ ચકલો ખખડે,

પાડોશીઓ પૂછે કે આ કેવું ગીત સંગીત બબડે !


હાથમાં થાળી લઈને ઢાલ એની બનાવું,

ફટાક કરતું વેલણ ને મધુર સંગીત જણાવું,


હાથ પાછા લાંબા ટૂંકા, કરીને કેવું સમજાવું,

ના સમજે ત્યારે એને, માધુરી કહીને મનાવું,


પાછા બપોરે પૂછે પડોશન, કેવા રેપ ગીતો ગાયા !

સાંભળીને શ્રીમતી બોલે કે એમને પંચમ સૂર સંભળાવ્યા !


હવે આવી ખાટી મીઠી તકરારમાં તમે કદી ના પડશો,

ઘર ઘરની આ કહાની,વાજિંત્રો તો મનપસંદ કરજો !


હાસ્ય રસને જીવનમાં તમે શામેલ કરજો,

જીવનને હળવી શૈલીમાં, સારૂં જીવતા શીખજો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy