STORYMIRROR

Dilip Ghaswala

Romance

4  

Dilip Ghaswala

Romance

થઈ ગયું છે

થઈ ગયું છે

1 min
440

પરમ પામવાનું સહજ થઈ ગયું છે,

અખિલ આ જગત યાર રજ થઈ ગયું છે.


સખી નામનો સુર ખુદ જ્યાં વિલાયો,

જીવન બેસુરી ત્યાં તરજ થઈ ગયું છે.


નકારી નથી શકતો હોવાપણાને,

તને ચાહવાનું ફરજ થઈ ગયું છે.


હજી શકયતા છે તને પામવાની, 

જીવનમાં બીજું રજનું ગજ થઈ ગયું છે.


નફા ખોટમાં જિંદગી લ્યો પૂરી થઈ,

ને જન્મોજનમનું કરજ થઈ ગયું છે. 


તું ઝાકળ થવાનાં અભરખા જવા દે, 

અહીં કોઈ પાછુ સૂરજ થઈ ગયું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance