થઈ ગયો
થઈ ગયો
બોટલના રવાડે ચઢ્યો ને
એ બરબાદ થઈ ગયો,
લાડી ખોઈને ગાડી લાવ્યો,
એ બરબાદ થઈ ગયો,
કેટલાં ચુંબન મળ્યા'તા તને
જરા હિસાબ માંડ,
ના ખસ્યો સ્હેજેય, ના મો પરથી માંખ ઊડાડી
ઘરબાર વિનાનો એ એટલે જ થઈ ગયો !
એને ખપતો તો કર્મઠ પુરુષ ને એ કામચોર થઈ ગયો,
મોંઘા કપડાં ને ભેટો હવે એ કોને આપશે ?
સમૃદ્ધ હોવા છતાં એ ભરબજારે નિર્ધન થઈ ગયો,
એની નાકામિયાબી ને એના ત્રાસથી એ એટલી તો ત્રસ્ત થઈ ગઈ
સઘળી હામ એકઠી કરી એ અલગ થઈ ગઈ !
અલગ થયાનો આઘાત વધુ સહન નહીં થાય એવું એ મનોમન વિચારી રહ્યો
આખરે બોટલને જ પોતાની અર્ધાંગિની માની એ 'સદ્ધર' થઈ ગયો.
