Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

થઇ કામના વિવશ!

થઇ કામના વિવશ!

1 min
404


કોણ કરે પ્હેલમાં, વર્ષો ગયાં સરી,

ઓસરતી લ્હેરમાં, વર્ષો ગયાં સરી.


બે'ક શબદ ગોતવામાં જિંદગી ઢળી,

વાદ વગર વ્હેમમાં, વર્ષો ગયાં સરી.


એક થશુ, કોડ ઉરમાં સામટાં હતાં, 

આશ ઢળી ઝ્હેરમાં, વર્ષો ગયાં સરી.


આજ ઉભયની રડે! થઇ કામના વિવશ!

પ્રિત પ્રથમ ક્હેરમાં, વર્ષો ગયાં સરી.


પ્રેમ કરે સાવ સાચો પણ અબોલ 'શ્રી',

નાથ વગર શ્હેરમાં, વરસો ગયાં સરી. 


Rate this content
Log in