થાળ ગીત
થાળ ગીત
આવો કાના મારે તમને જમાડવા છે..
ગરમા ગરમ કંસાર પુરી ખવડાવવા છે...
શબરીની જેમ ચાખી ચાખીને..
રાખ્યા છે કેળ એમ છાંટીને...
કેવટ બની ચરણને ધોવડાવવા છે...
ગરમા ગરમ કંસાર પુરી ખવડાવવા છે,
સુદામા લાવ્યો હતો તાંદુલ..
ને હું એ લાવ્યો છું પંચામૃત..
ગોપી બની માખણ મીસરી ચખાડવા છે...
ગરમા ગરમ કંસાર પુરી ખવડાવવા છે,
જગતમાં એક જ છે એવા..
એક દેવકી ને જશોદા જેવા..
કુન્તા બનીને ઓડકાર અપાવવા છે...
ગરમા ગરમ કંસાર પુરી ખવડાવવા છે,
આવો કાના મારે તમને જમાડવા છે..
ગરમા ગરમ કંસાર પુરી ખવડાવવા છે.
