તેજ
તેજ
એ ના જુઓ ચહેરા પર તેજ છે
એ જુઓ કે આંખોમાં ભેજ છે?
રંગ બદલાયો છે સમયના સાથે
કે, પછી હજુ એ ના એજ છે
સહજતામાં શામિલ છું હું પણ
બાકી,તમન્ના અધૂરી સ્હેજ છે
જીતી જાઓ અથવા શીખ લો
આ જીવન ના રસ્તા બે જ છે
'લલિત' છુપાઓ ઘણું તમે પણ
થોડું દર્દ તો ગઝલમાં રહે જ છે

