તારો જ બની ગયો
તારો જ બની ગયો


પહેલી મુલાકાત તારી સાથે થઈ, હું જોઈને અંજાઈ ગયો,
નજર સાથે નજર મળી અને, હું તારા નયનોમાં વસી ગયો.
હ્રદય એવું ધડકી ગયુ મારૂં કે, હ્રદયનો તાલ હું મેળવી ગયો,
તારી તસ્વીરને મારા હ્રદયમાં, હું કાયમ માટે વસાવી ગયો.
તારા નિખરતું યૌવન જોઈને, હું મદહોંશ બની ડૂબી ગયો,
મુજને મદહોંશ બનેલો જોઈને, ચંદ્ર વાદળમાં છુપાઈ ગયો.
તારા પ્રેમનો પ્યાલો પીધો કે, હું પ્રેમનો બંધાણી બની ગયો,
તારા બદનનો સ્પર્શ થતા હું, તુજને આલિંગન આપી ગયો.
તારા પ્રેમનો એવો નશો ચડ્યો કે, હું હમેશા ખોવાઈ ગયો,
"મુરલી" મુજને ખબર ન પડી અને, હુ તારો જ બની ગયો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)