તારી મારી કહાની
તારી મારી કહાની
કિસ્મત પણ શું તારી મારી કહાની રચાવી ગઈ,
જ્યારે જરૂર હતી ત્યારે તું જીવનમાં આવી ગઈ.
હાથમાં આપી હાથ મારામાં વિશ્વાસ જગાવી ગઈ,
લાગણીઓની હેલી કેવી હોય? એ બતાવી ગઈ.
અખૂટ શબ્દોથી આપણી અતૂટ કહાની લખાવી ગઈ,
બંધનમાં પણ પ્રેમ વિકસાવીને એ સમજાવી ગઈ.
તકરારમાં પણ આ જીવનના કરાર લખાવી ગઈ,
જીવનના વિધ્નોને પાર કરી ખુશીઓ બતાવી ગઈ.
'અહં બ્રહ્માસ્મી' નું ગુમાન પણ ઉતરાવી ગઈ,
જ્યારે તકલીફોમાં પણ એ સાથ આપતી ગઈ.

