તારા હૈયાને આરામ મળે
તારા હૈયાને આરામ મળે
માર તારા અહમના બધા રાવણ,
તો આવી તને રામ મળે,
કર પુણ્યના તું એવા કામ,
તારા હૈયાને આરામ મળે,
કર મંઝિલ માટે પ્રયાસો એવા,
કે ખુશીઓની આખી આલમ મળે,
કર જગમાં તું એવા સુંદર કામ,
કે સૌના હોઠ પર તારું નામ મળે,
કરી લે તું દુઃખી માનવની સેવા,
એનાથી જ તને ઘનશ્યામ મળે,
આઠે પ્રહર રાખ હોઠે ઈશ્વરનું નામ,
તો દુનિયામાં તને અસલી મકામ મળે.
