તાંડવ શમી જશે
તાંડવ શમી જશે


જો ધ્રુજ્યો હિમાલય લીલોછમ
ને વાટે વેરાય એવરેસ્ટ શિખર
શબ્દ ધરાશાયી ને ખંડેર
દે ખબર…
ભર્યા છે ઉકળાટ જ અંદર..
ઝેલ તું.
કેમ કહેવું કે..આ કાળની થપાટ છે !
અશ્રુની રેલી વદે..રડે
જેના પર આવી પડે…
તેને જ ખબર પડે..
કે શું વીતે !
વિજ્ઞાન ખોલે ભેદ ઊંડો…
ખસે છે તારી ભૂગર્ભ પ્લેટો..ને તું છે જ નિરાધાર….
ક્યાં જવાનો ?
આ ધરતીકંપ છે ! …ઊર્જાના આ ઉભરાટ છે !
ઝેલ તું !
ઝીલ સંવેદનાને ઊભો થા..બચ્યો છે તો !
અડચણો સામે સરિતા જેમ વહેતો જજે..
સાથ મળશે તને સાગર થવા…
કાળને ક્યાં થોભવું છે…જાળવી લે જો આ ક્ષણ
આ ખંડહરોય ટહુકશે..
ને આ તાંડવ શમી જશે.