STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Drama Inspirational

3  

Vrajlal Sapovadia

Abstract Drama Inspirational

સ્વર્ગ

સ્વર્ગ

1 min
167

સ્વર્ગની વાતો આસ્થા કેવળ 

દુન્યવી માયા હકીકતે અહીં 

અવકાશી વાતો કરી મસ મોટી 

નર્ક લાવ્યાં પછી જગ ઉપરે,


પૂર્વ જન્મની કપોળ કલ્પના 

મર્યા પછી લટકાવ્યું પૂળો ગાજર 

જિંદગીની વાતો કરી અદ્ધરતાલ 

ન ભણ્યા કે ભણાવ્યા કોઈને 

જીવનના દેખીતા સારને,

ભણાવ્યા કેવળ સૌને ઊઠા  

પાપ પુણ્યની બીક બતાવી 

વિજ્ઞાનને અદ્ધર લટકાવ્યું,


સ્વપ્ન્ન બતાવી સોનેરી 

લૂંટ્યું ધન ધોળે દહાડે 

સ્વર્ગની વાતો આસ્થા કેવળ 

મેલ ડગલું જમીન ઉપરે 

ના સ્વર્ગ છે ના નર્ક,


જે છે તે અહીં નજર સામે ઊભું 

જીવ ને જીવવા દે ભય મુક્ત થા 

તું જ તારો કરને ઉદ્ધાર 

ના સ્વર્ગ છે ના નર્ક 

જે છે તે અહીં નજર સામે ઊભું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract