સ્વપ્નસીડી
સ્વપ્નસીડી
એક દિવસ સ્વપ્નસીડી પર ચઢી
પહોંચી જઈએ ગગન ગોખે.
ચાલો રમીએ ચાંદા સૂરજ સાથે,
એન ઘેન દીવાઘેન તારા મનમાં કોણ છે ?
હાથમાં લાકડી કમર કાકડી,
જેને ઝીલાય તેને ઝીલી લેજે !
ઓ ઓ આ તો પકડાઈ ગયા તારા !
ચાલો રમીએ તારલિયા સાથે,
દહીંનો ઘોડો પાણી પીતો,
રમતો જમતો ચૂ...ટયો !
એ પકડો પકડો, પકડાઈ ગયા,
કાળા ધોળા વાદળા !
ચાલો રમીએ જાડા પાડા વાદળો સાથે,
એક દો તીન ચાર, પાંચ છે સાત,
સાતમી તાલી લગતી હૈ-લગને દો,
એ ભાગ ભાગ એ પકડી !
ઝબુક ઝબુક મસ્તીખોર વીજળી.
ચાલો રમીએ વીજળી સાથે,
કરીએ ડીસ્કો ડાન્સ,
ડીસ્કો ડીસ્કો ડીસ્કો લાઈટ !
અરે દોડો દોડો ભીંજાઈ ગયા સૌ,
આ તો વરસી રહ્યો છે મેહુલો !
ચાલો લપસીયે મેહુલાની ધારે ધારે,
લસરીએ પકડીને ધાર,
પહોંચી જઈએ ધરતી પર
અરે ક્યાં ગઈ મુસ્કાન ને ક્યાં ગઈ સનાયા ?
ઓ એ તો લપસે મેઘધનુષની લસરપટ્ટી પર !
આવી ગયા સૌ નીચે વાહ ! વાહ !
આકાશનાં બગીચે રમવાની મઝા પડી !
ભાઈ મઝા પડી !