સ્વપ્ન
સ્વપ્ન
છૂટાં છવાયાં શુભ્ર વાદળોથી શોભતું,
સૂર્યકિરણ તણી આભાથી ઝળહળતું,
મદમસ્ત વિહંગ તણાં કલરવથી ચહેકતું,
વિશાળ ગગન એ જ મારું સ્વપ્ન,
ઢળતાં સૂર્યની લાલિમા થકી આભમાં પાંગરતું,
પ્રકૃતિનાં સૌંદર્યમાં બમણી અભિવૃદ્ધિ કરતું,
રાત્રિના તિમિરમાં સમાઈ એકાકાર થતું,
સંધ્યાનું સુંદર રૂપ એ જ મારું સ્વપ્ન,
સુખદુઃખની ઘટમાળથી અવિરતપણે ચાલતું,
શૈશવ, યુવાની ને ઘડપણરૂપી પડાવોથી ઓપતું,
અનિવાર્ય ને સુનિશ્ચિત સમય સાથે આગળ ધપતું,
શાશ્વત જીવન એ જ મારું સ્વપ્ન.
