સૂરજની ચાહમાં
સૂરજની ચાહમાં
સાંજે હું આતુર દોડતી ગઈ
સમીપે જેમ તેની જતી ગઈ,
ગયો ખસતો ને ખસતો ઢળતો,
રોકવાની ચાહમાં ભાગતી ગઈ,
રંગ અદમ્ય આંખે છાંટીને ગયાં
ત્યાં બધી દિશા રજની થાતી ગઈ,
રંગ તું લેતો ગ્યો હું બળતી જતી
રાત ચાંદનીમાં કેવી ઢળતી ગઈ,
અંધકાર છવાઈ ચારે દિશા તરફ
સૂરજની રાહમાં હું રડતી ગઈ.