સૂરજ - ચંદ્રની સાખે
સૂરજ - ચંદ્રની સાખે


સૂરજ - ચંદ્રની સાખે
ધરતી એ લીધું રુસણું...
આભે છે રુના પોલ જેવા
વાદળાં અને ચમકારા મારતી વીજ....
હું ઓઢું લીલુડી ઓઢણી
ઝગમગુ વરસાદી મોલ.
આભે મીંટ માંડી બેઠું
ઓલું બીચારું ચાતક
અને ધરતી બેબાકળી
કરે ઓલો ટેહુંક મોર...
આંબાની વાડીમાં કરે,
કૂહુ કૂહુ કાળી કોયલ...
હું વેઠું છું જગતનો
સઘળો ભાર...
હવે આવો ઓ મેહુલા
કરો વરસાદી છાંટણા
હું થાઉં હરખઘેલી નાર.