STORYMIRROR

Nirali Shah

Fantasy Children

3  

Nirali Shah

Fantasy Children

સુપરમેન

સુપરમેન

1 min
184

કાશ ! હું પણ સુપરમેન બની જાઉં,

આકાશમાં ઊડીને મારા ગંંતવ્ય સ્થાને પહોંચી જાઉં,


પેટ્રોલનાં ભાવ પછી ભલે વધતાં, મારે શું,

એક મારો અસબાબ પહેરું ને હાથ ઊંચો કરીને ઊડી જાઉં.


રાત્રિ કરફયુુમાંં પણ રાત્રે ૧૦-૧૧ વાગ્યા સુધી બહાર રખડું,

પોલીસ પકડવા આવે તો એય ને કરુ હાથ ઊંચો ને ઊડી જાઉં.


બસ,રીક્ષા, ટેક્સીમાં જવા ને શું કામ ટાઈમ બગાડું,

હોઉં જો સુપરમેન તો પળવારમાં દુનિયા ના કોઈ પણ છેડે પહોંચી જાઉં.


સાંજ પડેને ટ્રાફિક જામ સર્જાય નેે પછી ઘરેે પહોંંચતા મોડું થઈ જાય,

હોઉં જો સુપરમેન તો ટાઈમ પહેલા જ ઊડીને પહોંચી જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy