સુનામી
સુનામી
(૧)
સુનામી
એટલે
આંધળો રાક્ષસ.
(૨)
દરેકના મનમાં
દિવસમાં એકવાર તો
આવે છે
સંશયનું સુનામી.
(૩)
સમુદ્રમાં
સુનામી
આવે તો ?
લાશોનો ઢગલો…!
(૪)
કવિના મનમાં
ઉદભવે સુનામી
તો થાય
શબ્દોનું નવસર્જન.
(૫)
કૌરવોના મનમાં
આવ્યું સુનામી,
તો શું થયું ?
મહાભારત….!
