સત્તરસો ને સાત લફડા
સત્તરસો ને સાત લફડા
સત્તરસો ને સાત લફડા
નીકળ બાર લાગે તડકા,
છત્રી છાંટા આટાપાટા
કા કા કરતા બધે કાળા,
સૌની માથે બોલે બાધા
પ્રભુ સૂતા મારો આટાં,
જીવન આખું કાંટા ફૂલા
બેઠા ત્યાં તો તૂટ્યા ઝૂલા,
જ્યાં ને ત્યાં પથ્થર પૂજ્યા
શ્રીફળ પાણી વિના તૂટ્યા,
ભાવ વધે ને માથા ફૂટ્યાં
ખિસ્સાને ખિસ્સા એ ચૂંથ્યા,
સંબંધો ને સારપ છૂટ્યા
એકડા ખોટા આપડે ઘૂંટ્યા
સૌએ સૌને માપે ધૂત્યા
પૈસા સાચા માણસ મિથ્યા.
