Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - પ૮

સરદારનું ગીત - પ૮

1 min
569


હરિપુરા (ઈ,સ, ૧૯૩૮)

કોંગ્રેસ ભરવા માટે, સ્થળ શોધ થયેલ રે;

ને ગુજરાતની એમાં, થઈ હતી પહેલ રે,

સરદારે જગા શોધી, જે કુદરત ધામ રે;

તાલુકા બારડોલીનું, હરિપુરા મુકામ રે,


મોટું મેદાન ને પાસે, તાપી પસાર થાય રે;

જંગલ માંડવીનું ત્યાં, વાંસમાં વખણાય રે,

વળી ને સાદડી-પાલા, શાંતિથી મેળવાય રે;

જમીનો આપવા લોકો, હર્ષે તૈયાર થાય રે,


ગાંધીજી આ જગા જોઈ, ખુશીથી મલકાય રે;

ને સરદારને તેથી, પૂરો સંતોષ થાય રે,

મંડપ શણગારીને, રસ્તા ઠીક કરાય રે;

કરે સગવડો જેથી, મે’માનો ખુશ થાય રે,


રાખીને પાંચસો ગાય, દૂધ ને ઘી અપાય રે;

ચાવલ-તેલ-આટાની, સગવડો કરાય રે,

શુદ્ઘ થૈ જળ તાપીનું, પીવામાં વપરાય રે;

નળ-ગટરની પૂરી, ગોઠવણો કરાય રે,


એકાવન કળાભર્યા, દરવાજા બનેલ રે;

ને ચિત્રો દરવાજામાં, સુંદર ગોઠવેલ રે,

આમ કોંગ્રેસનું એક, નગર થૈ ગયેલ રે;

ને નંદલાલની સૂઝે, કમાલ ત્યાં કરેલ રે,


તાર પોસ્ટ દવાઓની, વ્યવસ્થાઓ થયેલ રે;

આગ બુઝાવવાનીયે, સગવડ કરેલ રે,

લોકોની આવ-જા માટે, બસ દોડી રહેલ રે;

નેતાઓ કાજ મંગાવી, મોટરો ગોઠવેલ રે,


રસોડામાં જમે ટંકે, વીસ-પચી’ હજાર રે;

ને પ્રદર્શન જોતાં સૌ, આનંદથી અપાર રે,

આવા પ્રસંગમાં થોડી, કરૂણતા ભળેલ રે;

રંગમાં ભંગ થોડોક, કુદરતે કરેલ રે,

**

બાકી આ નગરે લોકો, ખૂબ આનંદ માણતા;

ને સરદારને ખૂબ, દાદ દઈ વખાણતા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract