સરદારનું ગીત - ૮૩
સરદારનું ગીત - ૮૩
સફળ સરદાર (ઈ,સ, ૧૯૪૯)
બરોડા મુંબઈ સાથે, તેઓએ ભેળવેલ રે;
ગાયકવાડને એમાં, મનાવવા પડેલ રે,
વિમાનઘરમાં તેઓ, ’ફેબ્રુ’માસે ગયેલ રે;
હૈદ્રાબાદ નિઝામે ત્યાં, છેલ્લીવાર મળેલ રે,
જોડાણખતનું કામ, હવે પૂરું થયેલ રે;
પછી એ બાબતે તેણે, હાશકારો કરેલ રે,
જોડાણે રજપૂતાના, રાજસ્થાન બનેલ રે;
ઉદ્ઘાટન કરી લેવા, સરદાર ગયેલ રે,
વચ્ચે વિમાનમાં થોડી, ગરબડ થયેલ રે;
મેનનને થતા ચિંતા, જયપુર ગયેલ રે,
સલામત નિહાળીને, જીવ શાંત પડેલ રે;
અભિનંદન આપીને, પૂરી વાત કરેલ રે,
હતો ચાલક ચાલાક, ઉતારેલ વિમાન રે;
મરામત કરી તેની, પછી કર્યું ઉડાન રે,
પછી મેનનને કહ્યું, ચિંતામાં ન પડાય રે;
રહેવું કરતા કામ, મને કૈં નહિ થાય રે,
કહીને આટલી વાત, હસેલ સરદાર રે;
તોયે મેનન આવ્યા ન, થડકથી બહાર રે,
ત્યાનું કામ પતાવીને, દિલ્લી પરત જાય રે;
બધું ભૂલી જઈ તેઓ, કામમાં લીન થાય રે,
સળગતી સમસ્યાઓ, હલ થઈ ગયેલ રે;
થડક ચીનની તોયે, મનમાંહે રહેલ રે,
નહેરૂ સાત ઓક્ટો.થી, વિદેશમાં ગયેલ રે;
નવે.ની પંદરે તેઓ, દેશ પાછા ફરેલ રે,
વડાપ્રધાનના હોદ્દે, રહેલા સરદાર રે;
ત્યારે સફળ સંભાળ્યો, દેશનો કારભાર રે,
કઠિન કામમાં તેઓ, થયેલ ન નિરાશ રે;
ખંતથી હર જગ્યાએ, પાથરે અજવાશ રે,
**
ઉમર વધતી જાય, શરીરે થાકતા ગયા;
અંતિમ વાટમાં તેઓ, આગળ વધતા ગયા.
(ક્રમશ:)
