STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૭૯

સરદારનું ગીત - ૭૯

1 min
457

અનેકમાંથી એક-૩ (ઈ,સ, ૧૯૪૭-’૪૮)

જરા પંજાબનો પ્રશ્ન, વિકટ થૈ ગયેલ રે;

હતી તંગદિલી ઝાઝી, ઝનૂને સૌ ચડેલ રે,

તારાસિંગ અકાલીના, ભારે માથાં ફરેલ રે;

ધર્મઝનૂન આપીને, લોકો ઊભા કરેલ રે,


સરદારે જગાડી ત્યાં, દેશભકિત અપાર રે;

તારાસિંગ થયો કેદ, ઓછો કરેલ ભાર રે,

મૈસૂર નિજ ઈચ્છાથી, ભારતમાં ભળેલ રે;

સરદારેય તેઓને, સાલિયાણું ધરેલ રે,


વડોદરા જરા ઝાઝું, ખોટું ગાજી ગયેલ રે;

સરદારે જઈ તેની, શાન યોગ્ય કરેલ રે,

કાઠિયાવાડમાં સૌથી, વધું રાજ્યો રહેલ રે;

ને પારાવાર તેઓએ, ગૂંચો ઊભી કરેલ રે,


ત્યાં સરદારની ખૂબ, કુનેહ વપરાય રે;

સૌરાષ્ટ્રસહ તેઓનું, એકીકરણ થાય રે,

દેવા મિલ્કત રાજાઓ, સંકોચમાં રહેલ રે;

ત્યાં સરદારનું નામ, કામ કરી ગયેલ રે,


એકીકરણની વાટે, વધી આગળ જાય રે;

તેના કુનેહની વાહ, ચોમેર સંભળાય રે,

વધારે પડતું કામ, દિલ્લી બેસી કરેલ રે;

શ્રી, મેનન અને ટીમ, કામ માટે ફરેલ રે,


શરીર સાથ આપે નૈ, તોયે મંડી પડેલ રે;

માઠી તબિયતે તેણે, કામબોજ વહેલ રે,

મહાભારતના જેવું, કપરું કામ થાય રે;

એમનાં કામની મોટી, યશોગાથા ગણાય રે,


વહાવી પ્રેમગંગાને, કાર્ય પાર કરેલ રે;

ખોયેલ નહિ મીઠાશ, શાંત મને રહેલ રે,

અનેકનાં કરી એક, આપેલ સરપાવ રે;

હિંદના ઈતિહાસે આ, અજોડ છે બનાવ રે,

**

મેનન મળવા જાય, ત્યાં જોડાણખતો લઈ;

જોડાણખતને જોઈ, ઊર્મિ હેલે ચડી ગઈ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract