Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૧૬

સરદારનું ગીત - ૧૬

1 min
492


ખેડા સત્યાગ્રહ-૩ (ઈ,સ, ૧૯૧૮)

બને જાગૃત લોકો જો, એતો કેમ સહાય રે;

અમલદાર સાહેબો, તેથી ખૂબ ચિડાય રે,

હુકમ રોકવા માટે, વિનંતીઓ કરાય રે;

પણ સાહેબલોકોથી, એ કેમ સમજાય રે,


ઊલટો દોષ તેઓથી, સેવકોને અપાય રે;

સેવકો નજરે તેની, બહારના ગણાય રે,

સત્ય બતાવવા માટે, કદીયે ન ડરાય રે;

ખોટી તપાસ માટેનું, સા’બને ભાન થાય રે,


ગાંધી અન્યાય જોઈને, ખેડા આવી ગયેલ રે;

લોકોને ન્યાય લેવાને, ઝઝૂમવા કહેલ રે,

સ્વતંત્ર નીમવા પંચ, રજૂઆત કરેલ રે;

નીમવા પંચ સાહેબ, તૈયાર ન થયેલ રે,


જમીન ખાલસા માટે, નોટિસ બજવાય રે;

છતાં દેવા મહેસૂલ, કો’ તૈયાર ન થાય રે,

સત્યાગ્રહ વિના કોઈ, હતો નહિ ઉપાય રે;

હવે વલ્લભભાઈ તો, ખૂબ સક્રિય થાય રે,


ગાંધી-વલ્લભ લાગ્યા છે, કરવાને તપાસ રે;

કલેકટર તો તોયે, માફી કરે ન પાસ રે,

ને સમાધાનનાં દ્વારો, બંધ થયાં તમામ રે;

લીધા વિના હવે ન્યાય, લેવો નો’તો વિરામ રે,


સહે નહિ હવે લોકો, સરકારી દબાણ રે;

ભરવું નૈ’ મહેસૂલ, ચોખ્ખી થયેલ જાણ રે,

સભા વલ્લભભાઈની, નડિયાદ ભરાય રે;

દૃઢ વિચારના લોકો, રાજશોભા ગણાય રે,


પ્રણને ન શકે પાળી, એનું આમાં ન કામ રે;

સત્યાગ્રહ લડાઈ છે, એમાં ઊંઘ હરામ રે,

ખોટી રીતે ભરે નૈ’ જે, સાહેબોને સલામ રે;

ખંતથી વીર જોડાવ, લડતમાં તમામ રે,

**

સહુને સમજાવીને, ટેકની સત્ય કિંમત,

આગેવાનો રહે દેતા, લોકોને ખૂબ હિંમત.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract