Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૧૪

સરદારનું ગીત - ૧૪

1 min
469


ખેડા સત્યાગ્રહ-૧ (ઈ,સ, ૧૯૧૮)

ખેડા જિલ્લા મહીં ખૂબ, અતિવૃષ્ટિ થયેલ રે;

સિત્તેર ઈંચની વૃષ્ટિ, ભયંકર બનેલ રે,

ધોયા ખેડૂતના મોલ, ધોયાં ખેતર-સીમ રે;

બચાવે પાક એવો તો, કોઈ નો’તો હકીમ રે,


વાવેતર પહેલાનું, સાવ પામેલ નાશ રે;

બીજી વાર શકે વાવી, એ નો’તો અવકાશ રે,

ઢોરોનો ઘાસચારોય, કોહવાઈ ગયેલ રે;

લોકો ને પશુઓ માંહે, હાહાકાર મચેલ રે,


બાંધી બેઠેલ આશાઓ, શિયાળુ પાક થાય રે;

મહેનત કરી પામો, ઈશ્વરની સહાય રે,

અમર ન રહી આશા, શત્રુ ઉંદર થાય રે;

ઉંદરોના ઉહાપોહે, પાકનો નાશ થાય રે,


અધૂરું કરવા પૂરું, રોગો ફેલાય જાય રે;

રોગો ને ઉંદરો વચ્ચે, કચ્ચરઘાણ થાય રે,

ભરવું શેં મહેસૂલ, થયો મોટો સવાલ રે;

વાવ્યું કુદરતે લીધું, લોકો ખરાબ હાલ રે,


સૂકા દુકાળમાં સૌ દે, આતો લીલો દુકાળ રે;

ખાલી ભાણે અપાયો છે, પાણીનો રસથાળ રે,

પે’લા અજ્ઞાન લોકોને, કંઈ હતું ન ભાન રે;

પણ હવે થયું દૂર, અજ્ઞાનીનું અજ્ઞાન રે,


માફ થાય મહેસૂલ, ઈચ્છે ન સરકાર રે;

મહાજનો નથી દેતા, મદદ તલભાર રે,

વિનવી સા’બલોકોને, કહે ખેડૂત સાફ રે;

કરો ગરીબ લોકોનું, આ મહેસૂલ માફ રે,


પણ આવા ગરીબોની, વહારે કોણ જાય રે;

એટલે તો ન ઈચ્છે કો’, કરવાનું સહાય રે,

કોઈ તો વીરલો આવે, ભાર ઉઠાવનાર રે;

આ કાંપતા ગરીબોને, મારગ ચીંધનાર રે,

**

આત્મા જાગેલ જોઈ આ, પંડયા મોહન નામનો;

સહાયમાં ગયા લાગી, સમો નો’તો વિરામનો.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract