STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

સપનાંની દુનિયા

સપનાંની દુનિયા

1 min
440

સપનાંની દુનિયા હોય છે, અલગ, સપનાંની દુનિયા અલગારી છે,

સપનાંનું કરતા રહો પાલન પોષણ, સપનાં તો ચિનગારી છે,


બહુ જલ્દી ખતમ થઈ ગયું કોઈ સપનું એવું લાગે છે ક્યારેક

સપનાંની અવધી ક્યાં છે, આપણા હાથમાં, સપનાં તો સમયની બલિહારી છે,


કલ્પના કરો કે સપનાં વગરની જિંદગી આપણી કેવી હોય નિરસ

પશુ પક્ષીઓને નથી હોતી સપનાંની દુનિયા, એવી જાણકારી છે,


રાતનાં સપનાં તો હોય છે, માત્ર સપનાં, નથી હોતા આપણા વશમાં

સાચા સપનાં તો એ છે, જે આપણામાં લાવે મહેનત અને ખુમારી છે,


માત્ર સપનાં જોવાથી તો આપણે આવી જઈએ મુંગેરીલાલની શ્રેણીમાં

સપનાં પાછળ તો ભાગવું પડે, અન્યથા એ જિંદગીની મોટી બેદરકારી છે,


જ્યારે કેટ કેટલા લોકો ભાગ્યા હશે સપનાંની દુનિયા પાછળ

ત્યારે તો આજની આપણી દુનિયા બની આટલી સુખાકારી છે,


સપનાં જિંદગીમાં પ્રગટાવે છે, અંદરથી અનેરી આગ

આગને બાગમાં ફેરવી શકનારે જ સાચી કેડી કંડારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract