સપના
સપના
શ્વાસના વિશ્વાસમાંથી ખીલ્યું ફુલ
કરમાય તે પહેલા “બહાર” આવી
બહાર લઈ ગઈ ફિઝા મુસકાઈ ગઈ
લીલુંછમ તૃણ છું, મહેક થઈ સંગ ઊડી
ગઈ ઝેરી મૂંઝવણ ધૂમસ થઈ ગઈ
ઘડી ની મળે મોકળાશ તો જન્મ ની
સંકડાશ દૂર થઈ કલમનો ટાંકો તૂટે
તરડાઈ-ખરડાઈ લે હવે ખરી ગઈ,
તૃપ્તિ છે ભક્તિમાં લે ઈશમાં સાંસ ભળી
પરમેશ્વર ની ભાળ પ્યાસ મુરલી રિસાઈ
સપના ભરે હીબકાં જો વાત ભૂલાઈ ગઈ.
