સોનેરી સંગાથ
સોનેરી સંગાથ
હું કૂદું ઝરણું બની, ને વહું થઈ ગંગ સરિતા
જો મળે તારો સોનેરી સંગાથ...
થઈશ હિમાલય પર્વત અડગ ઊભો,
આવી જો કોઈ આફત તારે માથ,
જો મળે તારો સોનેરી સંગાથ...
થાવ સાગર ઊંડા ખારા જળ ભર્યો,
અગર તું સાહિલ થવા હો તૈયાર,
જો મળે તારો સોનેરી સંગાથ...
થાવ ખીલેલ ગુલાબ સોડમ પ્રસારતો,
કબૂલ હો કુસુમનો કાંટાળો પ્યાર,
જો મળે તારો સોનેરી સંગાથ...
થાવ પતંગિયું રંગ રંગીલું આભ મહાલતું,
તું ગુલશનનો પ્રસ્તાવ તો સ્વીકાર,
જો મળે તારો સોનેરી સંગાથ...
રહીશું જીવતર ના સુખ દુઃખ માં સાથ,
રાખી વિશ્વાસ જો આપે તારો હાથ,
હું પામું જીવનભર તારો સોનેરી સંગાથ.

