સ્નેહ મુસાફરી
સ્નેહ મુસાફરી
આત્માની આકાશી સફરથી આવી છું હું,
ને પૃથ્વીની ટિકિટ લઈને બેઠી છું હું.
પ્રેમના પ્રવાસે સંબંધોને સાચવવા,
ને સ્નેહીજનો સાથે રહેવા આવી છું હું.
દિલમાં ધડકનની સીટી સાંભળીને,
પ્રેમના જંકશને ઉતરી જાઉં છું હું.
અલૌકિક છે આ સ્નેહ મુસાફરી મારી,
ને સંબંધોના સ્ટેશને થોડી ઊભી છું હું.
જીવન રેલ સ્નેહ પાટા પર ચાલતી,
સ્નેહ બિંદુ બની મુસાફરી કરું છું હું.
ફરી ફરી મળતા રહેશું ઋણાનુબંધે,
આત્માની અવિરત યાત્રા પર ચાલુ છું હું.
