સમય
સમય
સમયનું ચક્ર ફરતું રહે રે, સૌને તેનું મહત્વ કહેતું રહે રે,
જગ પર શાસન એનું એકહથ્થુ રહે રે,
રામ ને રાજ ને બદલે વન ધરે રે,
સમય એવો પલટવાર કરે રે,
ગરીબને ધનવાન કરે રે,
સમય જેનો ગોળ ગોળ ફરે રે,
ગાડી બંગલા બધું ધૂળ કરે રે,
સમય જેની સાથ ને સંગાથ રહે રે,
તે સદા મહેનતે ગંગા ગામ ધરે રે,
સમય કળી ને સુગંધી પુષ્પ કરે રે,
તો, સમય જ ફૂલ ને મૂરઝાવી ચૂર કરે રે,
સમય બીજમાંથી વટવૃક્ષ કરે રે,
તો,સમય જ મૂળ ને વૃક્ષથી અલગ પણ કરે રે,
સમયે વૃક્ષે વસંતે લીલોછમ મહોર મ્હોરે રે,
તો, સમયે જ વૃક્ષ પાનખરથી ખરે રે,
સમય કોમળ બાળ ને ખડતલ કરે રે,
તો, સમય જ ખડતલ યુવાન ને વૃદ્ધત્વ ભરે રે,
સમય નબળા ને અનુભવે સબળા કરે રે,
તો, સમય જ મદ બનેલા બળવાનને સબક પણ કરે રે,
સમય કોઈથી રોક્યો ન રોકાય રે,
તો સમય સાથે રહેનાર ને આબાદ કરી જાય રે,
સુખમાં તે મુઠ્ઠીમાં રેતથી સરે રે,
તો, દુઃખમાં કાપ્યો ન કપાય રે,
સમય તેને સમજનાર ને તે આધાર ધરે રે,
તો, સમય સાથે લડનાર ને તે નિરાધાર કરે રે,
જાણો સમયની અજોડ આ કહાની રે,
માણો સમય ના સથવારે જિંદગી સુહાની રે,
કવિની કલમના સાથે વાંચો સમયની ગાથા મજાની રે.
