સમય પ્રવાહ
સમય પ્રવાહ
વહેતાં સમય પ્રવાહમાં એક ક્ષણ મળે,
ચમકતાં તારલાને અજવાળી રાત મળે !
ફૂલ સુવાસિત ને પતંગિયાની જાત મળે,
માદકતા મોસમની ત્યાં અકબંધ મળે !
અફાટ સાગર કિનારે ફૂલોની ક્યારી મળે,
ખારાં સાગરમાં ઝરણાંની જ્યોત મળે !
અગાધ આ સંસારમાં અવિનાશી તું મળે,
સમયની રંગીન એ ક્ષણ આજીવન મળે,
રંગીન એ ક્ષણની આછેરી ઝલક મળે,
"રાહી" તેનાથી પણ મૃત્યુ જીવંત મળે.
