સ્મરણની નગરી
સ્મરણની નગરી
બચપણની યાદોનું ટોળું ધીમું ધીમું છલકે,
કીકીઓમાં ઉછળતું શૈશવ ધીમું ધીમું મલકે,
ભાગદોડમાં છૂટ્યા આજે એ આંગણ ને શેરી,
ક્ષણેક્ષણમાં આ જિંદગી આવી છલકે પલકે,
વાતો સઘળી મૌન બનીને હળવે સરતી વહેતી,
કાળી રાતે ઝરમર વરસે ઝાઝી વાદળી ફલકે,
સૂની સૂની ડાળીએ એ કલબલ કલરવ ટહુકે,
સ્મરણની નગરીમાં કૈં રંગબેરંગી ફૂલડાં ઝલકે,
રંગત જામે દોસ્તોની એ સાંજ પડ્યાની સાથે,
જાણે કરમાયેલી ડાળો, લીલી થાતી હલકે.
