STORYMIRROR

kalpesh soalanki

Fantasy Inspirational Others

3  

kalpesh soalanki

Fantasy Inspirational Others

સમજણ વિશે

સમજણ વિશે

1 min
198

શું લખું હું આપની સમજણ વિશે ? 

ભીતરે ઊઠતી બધી મૂંઝવણ વિશે,


ફૂલદાનીમાં તને ફૂલો મળે,

હોય ના અનુભવ મને આ રણ વિશે,


હું, મને જોયા કરું છું એકલો, 

ના મને લખવા કહો દર્પણ વિશે,


કેટલા લોકો અહીં ભેગા થયા, 

એમને પૂછો તમે, અવસર વિશે,


છે અધૂરો આપના કારણે છતાં, 

હું કશું પણ ના કહું, પ્રકરણ વિશે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy