મરજી મુજબ.
મરજી મુજબ.
1 min
13.8K
એ ઘરેથી નીકળી મરજી મુજબ.
આંખ ફળિયામાં ઢળી મરજી મુજબ.
ભીંત ફાડીને ઝાડવા ઉગી ગયા,
છોડ પર ખીલી કળી, મરજી મુજબ.
તાપણે પાછા તમે આવી ગયા?
લાગણી પણ ઓગળી મરજી મુજબ.
કાંકરીચાળો તમે કરશો નહીં,
જો કિનારી ખળભળી મરજી મુજબ.
દૂરથી જોયા કરો છો એટલે,
મેંય ક્ષણોને ગણી મરજી મુજબ
