કાગળમાં મળી બા
કાગળમાં મળી બા
1 min
7.2K
સાવ કોરા એક કાગળમાં મળી બા,
કેટલાં વર્ષો પછી જો સાંભરી બા.
હું હવે મોટો થયો જાણે બધાં,
એટલે તો મેં ઘણી વેળા છળી બા.
એ વળાવી પાદરે આવે મને ને,
એકલો છું જાણતા પાદર વળી બા.
મોતિયો પાકી ગયો આંખે છતાય,
એક ક્ષણ મને જોવા રાતો ગણી બા
એક ભીતર, એક ફોટામાં હવે બા,
વીણતાં જે લાકડાં, એમાં બળી બા.