STORYMIRROR

Kalpesh Soalanki

Others

3  

Kalpesh Soalanki

Others

હોય છે

હોય છે

1 min
28K


ફૂલ સઘળા બાગના તારી અસરમાં હોય છે,
ટલે ફૂલો બધા મારી નજરમાં હોય છે.

કેટલા દિવસો પછી આવ્યા હતા ફળિયામાં તમે,
આપના પગલા પછી મારી ખબરમાં હોય છે.

ભીતરે ઘરની, બધા માણસો ભલેને એકલા,
સાંજ પડતાં કેટલા ટોળાં નગરમાં હોય છે.

હાથમાં ફૂલો ભરી લાવ્યા હતા, જાણી ગયો,
ફૂલદાની સાવ ખાલી રોજ ઘરમાં હોય છે.

શોધતા થાકી ગયા, જેને તમે વર્ષો સુધી;
એ જ માણસ એકલો સામી કબરમાં હોય છે.


Rate this content
Log in