STORYMIRROR

kalpesh soalanki

Fantasy

4  

kalpesh soalanki

Fantasy

નજર છે

નજર છે

1 min
238

એકધારી ફૂલની કેવી નજર છે.

એમ લાગે કે ગઝલનુ એ જ ઘર છે.


શબ્દ બોલે તોય સંભળાશે નહી જો,

પાનખરની ભીતરે એવી અસર છે.


સાથ છોડીને તમે ચાલ્યા ગયા છો,

ત્યારથી મંઝિલ બધી બેખબર છે.


હુ મને શોધી ભલે થાકી ગયો છું, 

એકધારી ચાલતી મારી સફર છે.


રાત પડતાં જીવતી લાશો બને છે 

ફૂટપાથો એમ લાગે કે કબર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy