STORYMIRROR

kalpesh soalanki

Romance Fantasy

3  

kalpesh soalanki

Romance Fantasy

શોધી બતાવો

શોધી બતાવો

1 min
140

હોય ભીતરમાં અસર શોધી બતાવો,

સાવ ખાલી એક નગર શોધી બતાવો,


ચીસ કોઈ ઝાડની મેં સાંભળી છે,

કેટલા ઘાની અસર શોધી બતાવો,


લો, બધા માર્ગો અહીં પૂરા થયા,

ચાલતી કોની સફર, શોધી બતાવો,


ઝાડ પર એકાદ ટહુકો જો મળે તો,

કોણ આપે છે ખબર શોધી બતાવો,


શોધવા આવ્યા મને વર્ષો પછી,

લો, તમે મારી કબર શોધી બતાવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance