STORYMIRROR

kalpesh soalanki

Others

3  

kalpesh soalanki

Others

સાવ કોરા એક કાગળમાં

સાવ કોરા એક કાગળમાં

1 min
181

સાવ કોરા એક કાગળમાં મળી બા,

કેટલા વર્ષો પછી જો સાંભરી બા,


હું હવે મોટો થયો જાણે બધા 

એટલે તો મે ઘણીવેળા છળી બા,


એ વળાવી પાદરે આવે મને ને,

એકલો છું જાણતા પાદર વળી બા,


મોતિયો પાકી ગયો આંખે છતાંયે,

એક ક્ષણ જોવા મને રાતો ગણી બા,


એક ભીતર, એક ફોટામાં હવે બા,

વીણતા જે લાકડા એમાં બળી બા.


સામગ્રીને રેટ આપો
લોગિન