સમજને માનવી
સમજને માનવી
સંપદા સાચી વૃક્ષો સમજાય તો સારું હવે,
બીજ વાવી, મુજ હૃદય મલકાય તો સારું હવે,
ઝાડ પરથી ના ખરે પૈસા છતાં અણમોલ છે,
છે અમૂલા ! વાત આ પરખાય તો સારું હવે,
આજ વાવો આમ્ર કેરો ગોટલો આંબો થશે,
ચાખશું અમૃત કહી, હરખાય તો સારું હવે,
વૃક્ષ કાયમ કાપતા જન સ્વાર્થમાં કાયમ અહીં,
છાંય છોગા, કાપતાં શરમાય તો સારું હવે,
ભાવિ પેઢીની કરી ચિંતા, સમજને માનવી,
'શ્રી' પ્રમાદે રાચતા, કરમાય તો સારું હવે.
