STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

સમજી બેઠો - હઝલ

સમજી બેઠો - હઝલ

1 min
378

બેઠી મૂંગી તો હારેલી સમજી બેઠો,

ડોળો કર્યો તો સૂતેલી સમજી બેઠો,


વાઘણને પણ આંટે, એવું ડાચું બન્યું,

તોયે હું અમરતની હેલી સમજી બેઠો,


જાણું છું કપડાંનો ભારો હમણાં મળશે,

તેને હું ઝાઝી સુધરેલી સમજી બેઠો,


ગદ્ઘાં રાખે આળોટે, ને આ પાવડરે,

એની અક્કલને માંગેલી સમજી બેઠો,


'સાગર' એ બોલે તો જ્વાળા છૂટે મોંથી,

છે અગ્નિપરીક્ષા આપેલી સમજી બેઠો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy