સલાહ શૂરા
સલાહ શૂરા
સલાહ શૂરા
ફક્ત આપવામાં
લેવામાં નહીં
નિષ્ણાત માને
દરેક વિષયમાં
પોતાને પુરા
ગલીગલીમાં
દક્ષ એકેમાં નહીં
સલાહ શૂરા
એક જ પ્રશ્ન
ઉકેલ દ્યે અનેક
વાત વાતમાં
અલગ પ્રશ્ન
નિરાકરણ એક
અસંજમજ
પ્રવીણ એવા
ગૂંચવાયેલ પોતે
બધી બાબતે
નથી નિપુણ
નથી જવાબદાર
ઉસ્તાદ કેવા?
દંભી તદ્વિદ
પારગંત એકમાં
છેતરવામાં
તજજ્ઞ લોક
ડૂબાડે લેનારને
આવી સલાહ