સખી
સખી
ઘટિત વાર્તા ને કાવ્ય શૃંખલા વાણી
અનુભવી, વાંચી રડી પડી વાતું વાણી.
સ્વીકૃતિ મેં સ્વીકારી સીધી
ઈમયુનીટીબુસટરની પહેલ કરીને
જોડ અમારી સહપરવાસી.
કોણ ભદ્ર ને કોણ શ્રીમંત
બોદા શબ્દો બોલે
હારી શેઠાણી પડી આખડી
કે શેઠ ગયા છે ખખડી.
તું જ કહે કેમ સૂર્ય ને તું આરસી
ઊઠો જાગો પરભાતી સમજ વારસી.
વેરહાઉસ વાદળમાં છે
ને વર્ષા વરસી વર્ષે
વીજળી જેવી ઝબકી વાર્તા
વેરાઈ ગઈ પંક્તિ વર્ષે,
પાણી પાણી થઈ ગયા
દિલ ભીંજી ભીંજાઈ ગયા
પાળ બાંધતા ભૂલી ગયા
ફૂલ ખાસ રિસાઈ ગયા
વાંસે સૂર વગાડયા
રાધા ને રીઝવી ચાલ્યા
વિભૂતિ પ્રેમભાવની
કૃષ્ણ છાંટી ચાલ્યા,
જીવનશૈલી તોરણ બનતી
પંગત સંબંધી આંખો થકી
ભાવોથી ટાઈટલ બનતી
મુક્ત વહે પ્રેમ આંખો થકી,
કોઈ કહે પુરુષનું પણ ઉત્તરાયણ જેવું
સારી ‘કન્યા‘ બંધાઈ તો આભે
ને ન બંધાઈ તો આખી જિંદગી ગોળગોળ ફર્યા
લો તમે સૌ હસી ગયા ને સખી.
