STORYMIRROR

Bindya Jani

Fantasy

3  

Bindya Jani

Fantasy

સિનિયર સિટીઝન

સિનિયર સિટીઝન

1 min
246

કર્તવ્ય અને ફરજો વચ્ચે, 

વર્ષો આમતેમ વહી ગયાં,


જુઓ હવે તો અમે પણ,

સિનિયર સિટીઝન થઈ ગયાં, 


જવાબદારીમાંથી મુક્ત થઈ,

થોડું અમારા માટે જીવવા લાગ્યાં, 


સત્કર્મનું ભાથું બાંધવા અમે,

ગીતાજીને સમજવા નીકળી પડ્યાં, 


ને ગીતા પરિવારમાં જોડાઈને, 

શ્લોક ફટાફટ બોલવા લાગ્યાં,


કલમ ને શબ્દો સાથે મિત્રતા કરી,

કલ્પનાની પાંખે ઊડવા માંડ્યાં, 


ને વાંચન લેખનની મજામાં,

અમે અમને જ ભૂલવા લાગ્યાં, 


તેજબિંદુ બની લખતા રહ્યાં, 

ને પ્રભુના તેજને શોધવા લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy