STORYMIRROR

Shaurya Parmar

Abstract

2  

Shaurya Parmar

Abstract

સિંહની ખોજ

સિંહની ખોજ

1 min
13.5K


આતો સિંહની ખોજ..
રહ્યા ભેળા, મનોજભાઈ શિક્ષકો અને સાહેબ પોટા
કાઢી નાખ્યા મનમાંથી વિચારો હતા જે સાવ ખોટા
ભણ્યા ગણ્યા વાંચ્યું વિચાર્યું પચાયું કેવી મોજ.. આતો સિંહની ખોજ
 
ઉદઘાટન થયું હતું તારીખ અઠ્યાવીસ નવેમ્બરે સવારે
પછી તો અમે વિદ્યાર્થીઓ યોગેશભાઈને સથવારે
ચંચળતા ચપળતા ચાલાકી ચોકસાઈ ચોકલેટ મળી રોજ.. આતો સિંહની ખોજ
 
અનેકવિધ રમતો અને કિસ્સા ટુચકા વારંવાર
શીખ્યા ઘણું પણ માથે શોધું ક્યાં છે ભાર ?
પ્રેમ પ્રામાણીકતા લાગણી સહાનુભૂતિ કરુણાનો મોટો હોજ.. આતો સિંહની ખોજ
 
પ્રાચીન ખરા પણ આધુનિકતામા ન ઉતરે ઉણા
રજા ન આપે એટલુંજ બાકી આમ દિલથી કુણા
ગમે તેટલા હોય વિષય કે વિદ્યાર્થી સામે એકજ ફોજ.. આતો સિંહની ખોજ
 
સવારે ચા નાસ્તો કોફી બપોરે સુરુચિ ભોજન
આમેય ભૂખ્યા પેટે થાય કદી જ્ઞાનનું ભજન
શુદ્ધ સ્વાદિષ્ઠ અને સંપૂર્ણ શાકાહારી જમીએ જાણે રાજા ભોજ..આતો સિંહની ખોજ
 
અંતે બનાવ્યું ગ્રુપ અને દરેકે કર્યું આયોજન
જાતે કરો અને શીખો બીજું શું હોય પ્રયોજન
સહકાર સહભાગિતા સમન્વય સંસ્કાર સંબંધ આતો આપણા માથે બોજ.... આતો સિંહની ખોજ
 
બસ ભૂલીના જઈએ જે મેળવ્યું ત્રણ દિવસ
પામીને જ જંપીએ જે ધાર્યું ન થઈએ ટસ કે મસ
આટલું બધું જ્ઞાન એક સાથે એટલે મળ્યું કેમકે આતો લાયન્સની લોજ.. આતો સિંહની ખોજ
 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract