સીમા
સીમા


જર જમીન ને જોરૂ
ત્રણ કજિયાના છોરું
પૃથ્વી પર ચીતર્યા
અક્ષાંશ ને રેખાંશ
અહીં સુધી છે મારુ
પણ ત્યાંથી ના તારું
મારુ મારા બાપનું
તારું મારુ સહિયારું
હું કહું તે જ સરહદ
ત્યાં સુધી મારી હદ
આ છે આજની વાત
કાલની વાત જુદી
ઝાડ દિવસે વધે
માણસ રાતે વધે
મારી હદ રોજ વધે
પણ તારી હદ ઘટે
આ કંઈ લડાઈ નથી
આ છે હક્કની વાત
સીમા હું નક્કી કરું
એમાં ઝગડાનું મૂળ.