STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

શ્યામ ચરણમાં

શ્યામ ચરણમાં

1 min
372

શામળ તારાં ચરણ કમળમાં,

શોધ્યો મેં સંસાર..

મારો સફળ થયો અવતાર ..


ભાળી તુજને મનડું બહેક્યું,

તુજ સંગાથે જીવન મહેક્યું.

મહેકંતા ફૂલડાંઓ બની ગ્યાં,

પથરાળાં પગથાર..

મારો સફળ થયો અવતાર ..


મન અંતર જ્યાં એક થઈ ગ્યાં,

આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી ગ્યાં.

જીવન નૈયા સરસર ચાલે,

ઉપાધિ જ્યાં પતવાર..

મારો સફળ થયો અવતાર ..


આંધી તોફાનોથી બચાવે,

શમણાનો સંસાર રચાવે.

હાથ ઝાલીને તારી લેતો,

નંદીને મઝધાર...

મારો સફળ થયો અવતાર ..


Rate this content
Log in

Similar gujarati poem from Abstract